વેબ-આધારિત અને મોબાઈલ એપ્લિકેશન પ્લેટ્ફોર્મ ગોપનીયતા નીતિ
નવીનતમ સુધારા-વધારા મે ૨૫,૨૦૨૧ના રોજ કરવામાં આવ્યા
Science 37, ઈન્ક. (“Science 37,” “અમે,” or “અમો”) તમારા વિશેની માહિતીની રક્ષા કરવા પ્રતિબદ્ધ છીએ. તે માટે, અમે ઇચ્છીએ છીએ કે તમે Science 37ના વેબ-આધારિત અને/અથવા મોબાઈલ એપ્લિકેશન પ્લેટ્ફોર્મ ("પ્લેટ્ફોર્મ") કે જે નૈદાનીક અજમાયશમાં સહભાગીતાને સરળ બનાવવા માટે પ્રદાન કરીએ છીએ, પર તમારી માહિતીને કેવી રીતે પ્રક્રિયાબદ્ધ કરીએ છીએ તેનાથી પરિચિત થાઓ.આ Science 37 પ્લેટ્ફોર્મ ગોપનીયતા નીતિ ("ગોપનીયતા નીતિ") આલેખિત કરે છે કે આ પ્લેટ્ફોર્મ સાથેના તમારા વ્યવહાર દરમિયાન તમે જે માહિતી આપેલ છે તેને Science 37 કેવી રીતે એકત્રિત, ઉપયોગ અને જાહેર કરે છે. આ પ્રાયોજક દ્વારા સુમાહિતગાર સંમતિ પત્રકમાં રેખાંકિત કરવામાં આવેલ ડેટા નિયમન આચરણ (ડેટા હેન્ડલિંગ પ્રેક્ટિસેસ)થી અલગ છે.
કઈ વયક્તિગત માહિતી એકત્રિત કરવામાં આવે અને તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે ઉપયોગમાં લેવાય અને નૈદાનીક અજમાયશના ભાગરૂપે જાહેર કરાય તે બાબતે પ્રયોજક મહત્વના નિર્ણયો લે છે. ક્લિનિકલ ટ્રાયલમાં તમારી વ્યક્તિગત માહિતી કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે, તમારા ડેટા સંરક્ષણ અધિકારો અને ક્લિનિકલ ટ્રાયલ વિશેના કોઈપણ પ્રશ્નો માટે કોનો સંપર્ક કરવો તે વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને સંબંધિત જાણકાર સંમતિ ફોર્મના ગોપનીયતા વિભાગનો સંદર્ભ લો.
જેમ કે આ ગોપનીયતા નીતિમાં ઉપયોગમાં લેવાયેલ છે, "વયક્તિગત માહિતી" એટલે એવી કોઈપણ માહિતી કે જેનો ઉપયોગ એક ચોક્કસ કુદરતી વ્યક્તિને ઓળખવામાં અથવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વ્યાજબીરીતે જોડવા માટે કરી શકાય.
જયારે પ્રાયોજક દ્વારા પ્લેટ્ફોર્મ વપરાશકર્તા(યુઝર) એકાઉન્ટસ બનાવવા માટે વિનંતી કરવામાં આવે ત્યારે અમે નીચેની વ્યક્તિગત માહિતી એકત્રિત કરીએ છીએ:
તમે જયારે પ્લેટ્ફોર્મ પર પત્રકો પૂર્ણ કરો છો ત્યારે અમે તમારી પાસેથી માહિતી એકત્રિત કરીએ છીએ. જયારે તમે અમારી સાથે સંદેશવ્યવહાર (ઉદાહરણ તરીકે, ઈમેલ દ્વારા)કરો છો ત્યારે પણ અને જયારે તમે પ્લેટ્ફોર્મ સાથે સમસ્યાની જાણ કરો છો ત્યારે પણ અમે માહિતી એકત્રિત કરી શકીએ છીએ.
તમે વિનંતી કરેલ પ્લેટ્ફોર્મ સેવાઓ પ્રદાન કરવા માટે અમારે વ્યક્તિગત માહિતી એકત્રિત કરવાની જરૂર પડે છે. જો તમે વિનંતી કરેલ માહિતી પ્રદાન કરશો નહીં,, તો અમે પ્લેટ્ફોર્મ સેવાઓ પ્રદાન કરી શકીશું નહિ. જો તમે કોઈ અન્ય વ્યક્તિઓની વ્યક્તિગત માહિતી અમને અથવા આ પ્લેટ્ફોર્મના જોડાણમાં આવેલ સેવા પ્રદાતાઓને જાહેર કરો છો, તો તમે જણાવો છો કે તમને આમ કરવાની અને આ ગોપનીયતા નીતિના અંતર્ગત માહિતીનો ઉપયોગ કરવા અમને પરવાનગી આપવાની સત્તા છે.
ઉપયોગ
અમે વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીએ છીએ જે અમે ક્લિનિકલ ટ્રાયલમાં તમારી સહભાગિતા સાથે સંકળાયેલ કાનૂની, કરાર આધારિત અને વ્યવસાયિક હેતુઓ માટે એકત્રિત કરીએ છીએ. આમાં સામેલ છે, ઉદાહરણ તરીકે, સેવા સાથે જોડાયેલ હેતુઓ (જેમ કે તમારા અનુભવને વધુ સારો બનાવવા અને પ્લેટ્ફોર્મની સુરક્ષિતતાને સાચવવા)માટે તમારી વ્યક્તિગત માહિતી એકત્રિત કરવી, કાયદાના અનુપાલનમાં સહાયરૂપ થવા (તમારું સ્થળ નક્કી કરશે કે કયા કાયદાઓ અને નિયમો તમને લાગુ પડે છે), અને ભાષા પસંદગીને તમારી પસંદ પ્રમાણે બદલવા.
અમે અને અમારા સેવા પ્રદાતાઓ તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ નીચેના હેતુઓ માટે કરીએ છીએ:
અમે તમારી સાથેના અમારા કરાર સંબંધનું સંચાલન કરવા અને/અથવા કાનૂની જવાબદારીનું પાલન કરવા માટે આ પ્રવૃત્તિઓમાં જોડાઈશું.
અમે તમારી સાથેના અમારા કરાર સંબંધનું સંચાલન કરવા, કાનૂની જવાબદારીનું પાલન કરવા અને/અથવા અમારા કાયદેસરના હિતના આધારે આ પ્રવૃત્તિઓમાં સામેલ છીએ.
જાહેર કરવું
વ્યક્તિગત માહિતી અમારા તૃતીય-પક્ષ સેવા પ્રદાતાઓને જાહેર કરવામાં આવી શકે છે, જેથી તેઓ અમને પ્રદાન કરે તે સેવાઓની સુવિધા આપે. આમાં વેબસાઇટ હોસ્ટિંગ, ડેટા વિશ્લેષણ, છેતરપિંડી નિવારણ, માહિતી તકનીક, અને સંબંધિત માળખાકીય જોગવાઈ, ગ્રાહક સેવા, ઇમેઇલ મોકલવા, ચકાસણીઅને અન્ય સેવાઓ જેવી સેવાઓના પ્રદાતાઓનો સમાવેશ થઈ શકે છે.
અન્ય ઉપયોગો અને જાહેરાતો
અમે તમારી વ્યક્તિગત માહિતીને જરૂરી અથવા યોગ્ય તરીકે ઉપયોગમાં લઈએ છીએ અને જાહેર કરીએ છીએ, અને તમારી ચોક્કસ સંમતિ વિના, ખાસ કરીને જ્યારે અમે આમ કરવા માટે કાનૂની જવાબદારી અથવા કાયદેસર હિત ધરાવીએ છીએ, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
“અન્ય માહિતી” એવી કોઈપણ માહિતી છે જે તમારી ચોક્કસ ઓળખને છતી કરતી નથી અથવા ઓળખી શકાય તેવી વ્યક્તિ સાથે સીધી રીતે સંબંધિત નથી. પ્લેટ્ફોર્મ અન્ય માહિતી એકત્રિત કરે છે જેમ કે:
અમે કોઈપણ હેતુ માટે અન્ય માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ અને જાહેર કરી શકીએ છીએ, સિવાય કે જ્યાં લાગુ કાયદા હેઠળ અમારે અન્યથા કરવાની જરૂર હોય. જો અમારે લાગુ કાયદા હેઠળ અન્ય માહિતીને વ્યક્તિગત માહિતી તરીકે ગણવાની જરૂર હોય, તો અમે આ ગોપનીયતા નીતિમાં વિગતવાર જણાવ્યા મુજબ અમે જે હેતુઓ માટે વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીએ છીએ અને જાહેર કરીએ છીએ તે હેતુઓ માટે અમે તેનો ઉપયોગ અને જાહેર કરી શકીએ છીએ. કેટલાક કિસ્સાઓમાં, અમે વ્યક્તિગત માહિતી સાથે અન્ય માહિતીને જોડી શકીએ છીએ. જો અમે કરીશું, તો અમે સંયુક્ત માહિતીને વ્યક્તિગત માહિતી તરીકે ગણીશું.
Science 37નું મુખ્ય મથક યુનાઇટેડ સ્ટેટ્સમાં કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં છે. તમારી અંગત માહિતી એવા કોઈપણ દેશમાં સંગ્રહિત અને પ્રક્રિયા કરી શકાય છે જ્યાં અમારી પાસે સુવિધાઓ છે અથવા જેમાં અમે સેવા પ્રદાતાઓને રોકીએ છીએ, અને પ્લેટ્ફોર્મનો ઉપયોગ કરીને તમે સમજો છો કે તમારી માહિતી યુનાઇટેડ સ્ટેટ્સ સહિત તમારા રહેઠાણના દેશની બહારના દેશોમાં મોકલવામાં આવશે, જેમાં તમારા દેશના કરતા અલગ ડેટા સુરક્ષા નિયમો હોઈ શકે છે.અમુક સંજોગોમાં, તે અન્ય દેશોમાં અદાલતો, કાયદા અમલીકરણ એજન્સીઓ, નિયમનકારી એજન્સીઓ અથવા સુરક્ષા સત્તાવાળાઓ તમારી વ્યક્તિગત માહિતીની પ્રાપ્યતા માટે હકદાર હોઈ શકે છે.
ઇઈએ, સ્વિટ્ઝર્લૅન્ડ અને યુકે સંબંધિત વધારાની માહિતી
યુરોપિયન કમિશન, સ્વિટ્ઝર્લૅન્ડ અને યુકે દ્વારા કેટલાક બિન-ઈઈએ દેશોને તેમના ધોરણો અનુસાર પર્યાપ્ત સ્તરના ડેટા સુરક્ષા પ્રદાન કરવા તરીકે માન્યતા આપવામાં આવી છે (પર્યાપ્ત સુરક્ષા ધરાવતા દેશોની સંપૂર્ણ સૂચિ અહીં ઉપલબ્ધ છે). યુરોપિયન કમિશન દ્વારા પર્યાપ્ત ન ગણાતા દેશોમાં ઈઈએ, સ્વિટ્ઝર્લૅન્ડ અને યુકેમાંથી સ્થાનાંતરણ માટે, અમે તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે યુરોપિયન કમિશન દ્વારા અપનાવવામાં આવેલા પ્રમાણભૂત કરારની કલમો જેવા પર્યાપ્ત પગલાં લીધાં છે. તમે નીચેના "અમારો સંપર્ક કેવી રીતે કરવો" વિભાગ અનુસાર અમારો સંપર્ક કરીને આ પગલાંની નકલ મેળવી શકો છો.
જો તમને તમારી વ્યક્તિગત માહિતીના સ્થાનાંતરણ અથવા સંગ્રહ વિશે કોઈ ગોપનીયતા-સંબંધિત પ્રશ્નો હોય, તો કૃપા કરીને Privacy@Science37.com. પર અમારો સંપર્ક કરો.
તમે અમારી સાથે વહેંચો છો તે વ્યક્તિગત માહિતીના રક્ષણ માટે Science 37 પ્રતિબદ્ધ છે. અમે તમારી વ્યક્તિગત માહિતીની અનધિકૃત પ્રાપ્યતા, ઉપયોગ અથવા જાહેર થવાથી સુરક્ષિત કરવામાં મદદ કરવા માટે વ્યાજબી સુરક્ષા તકનીકો, પ્રક્રિયાઓ અને સંસ્થાકીય પગલાંના સંયોજનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ. કમનસીબે, કોઈપણ ડેટા સ્થાનાંતરણ (ડેટા મોકલવો) અથવા સંગ્રહ સિસ્ટમ 100% સુરક્ષિત હોવાની ખાતરી આપી શકાતી નથી. જો તમારી પાસે એવું માનવાનું કારણ હોય કે અમારી સાથેની તમારી વાતચીત/વ્યવહાર હવે સુરક્ષિત નથી, તો કૃપા કરીને નીચે આપેલા "અમારો સંપર્ક કેવી રીતે કરવો" વિભાગ અનુસાર તરત જ અમને સૂચિત કરો.
આ ગોપનીયતા નીતિમાં દર્શાવેલ અને/અથવા લાગુ કાયદા અનુસાર, અમે તમારી અંગત માહિતીને જે હેતુ(ઓ) માટે મેળવવામાં આવી હતી તેના આધારે જરૂરી અથવા પરવાનગી આપેલ સમય માટે જાળવી રાખીએ છીએ. અમારી ડેટા જાળવણી અવધિ નક્કી કરવા માટે વપરાતા માપદંડોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
જો તમે વ્યક્તિગત માહિતીની પ્રાપ્યતા મેળવવા, સુધારવા, બદલવા, સંતાડવા, પ્રતિબંધિત કરવા અથવા કાઢી નાખવાની વિનંતી કરવા માંગતા હો, તો વ્યક્તિગત માહિતીની પ્રક્રિયા સામે વાંધો ઉઠાવો અથવા નાપસંદ કરો , અથવા જો તમે બીજી કંપનીમાં સ્થાનાંતરિત કરવાના હેતુઓ માટે (લાગુ કાયદા દ્વારા તમને આ અધિકારો પૂરા પાડવામાં આવ્યા છે ત્યાં સુધી) તમારી વ્યક્તિગત માહિતીની એક નકલ પ્રાપ્ત કરવાની વિનંતી કરવા માંગતા હો, તેને , કૃપા કરીને આ ગોપનીયતા નીતિના અંતે સંપર્ક માહિતીનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો. અમે લાગુ કાયદા સાથે સુસંગત તમારી વિનંતીનો જવાબ આપીશું.
તમારી વિનંતીમાં, કૃપા કરીને સ્પષ્ટ કરો કે તમે કઈ વ્યક્તિગત માહિતી બદલવા માંગો છો અથવા તમે તમારી વ્યક્તિગત માહિતીને અમારા ડેટાબેઝમાંથી સંતાડવા માંગો છો. તમારી સુરક્ષા માટે, અમે તમારી વિનંતી મોકલવા માટે તમે ઉપયોગ કરો છો તે ચોક્કસ ઇમેઇલ સરનામાં સાથે સંકળાયેલી વ્યક્તિગત માહિતીના સંદર્ભમાં વિનંતીઓનો અમલ કરી શકીએ છીએ અને તમારી વિનંતીને અમલમાં મૂકતા પહેલા અમને તમારી ઓળખ ચકાસવાની જરૂર પડી શકે છે. અમે તમારી વિનંતીને વ્યાજબી રીતે વ્યવહારુ બને તેટલી વહેલી તકે તેનું પાલન કરવાનો પ્રયાસ કરીશું.
કૃપા કરીને નોંધ લો કે અમારે રેકોર્ડ રાખવાના હેતુઓ માટે અને/અથવા ફેરફાર અથવા કાઢી નાખવાની વિનંતી કરતા પહેલા તમે શરૂ કરેલ કોઈપણ વ્યવહારો પૂર્ણ કરવા માટે અમુક માહિતી જાળવી રાખવાની જરૂર પડી શકે છે.
જો તમે નૈદાનીક અજમાયશમાંથી બહાર નીકળી જાવ અથવા નીકાળી દેવામાં આવો છો, તો અમે પ્લેટ્ફોર્મ પરથી કોઈ નવી માહિતી એકત્રિત કરીશું નહીં અથવા પ્રાપ્ત કરીશું નહીં. જો કે, તમારી બહાર નીકળવાની વિનંતી પ્રાપ્ત થાય અને પ્રક્રિયા કરવામાં આવે ત્યાં સુધી પહેલેથી જ એકત્રિત, પ્રક્રિયા અને સંગ્રહિત માહિતી ભૂંસી શકાશે નહીં, અને નિયમનકારી આવશ્યકતાઓના પાલન સહિત, નૈદાનીક અજમાયશના હેતુ માટે ઉપયોગમાં લેવાનું ચાલુ રાખી શકે છે, સિવાય કે લાગુ કાયદાને અન્યથા જરૂરી હોય. .
અમે પ્લેટ્ફોર્મમાં ફેરફારો કરી શકીએ છીએ અને પરિણામે, અમે તે ફેરફારોને પ્રતિબિંબિત કરવા માટે આ ગોપનીયતા નીતિમાં સુધારો કરવાની જરૂર પડશે. અમે અમારી વેબસાઇટ પર આ ગોપનીયતા નીતિમાં આવા તમામ ફેરફારો પોસ્ટ કરીશું, તેથી તમારે સમયાંતરે આ પૃષ્ઠની સમીક્ષા કરવી જોઈએ. જ્યારે અમે અમારી વેબસાઇટ પર સુધારેલી ગોપનીયતા નીતિ પોસ્ટ કરીશું ત્યારે કોઈપણ ફેરફારો અસરકારક બનશે.
Science 37, ઈન્ક.
જેન ડેવિસ, ડેપ્યુટી જનરલ કાઉન્સેલ અને ગોપનીયતા અધિકારી
૬૦૦ કોર્પોરેટ પોઈન્ટે#૩૨૦
કલ્વર સિટી, સીએ ૯૦૨૩૦
તમે પણ આમ