Skip to main content

 

Science 37 વેબ-આધારિત અને મોબાઇલ એપ્લિકેશન પ્લેટફોર્મના નિયમો અને શરતો

Science 37 ના વેબ-આધારિત અથવા મોબાઇલ એપ્લિકેશન પ્લેટફોર્મનો તમારો ઉપયોગ આ નિયમો અને શરતોની તમારી સ્વીકૃતિને પ્રમાણિત કરે છે. નૈદાનીક અજમાયશમાં તમારી સહભાગિતાને સરળ બનાવવા માટે તમને Science 37 ના વેબ-આધારિત અને/અથવા મોબાઇલ એપ્લિકેશન પ્લેટફોર્મની પ્રાપ્યતા પ્રદાન કરવામાં આવી હતી. કૃપા કરીને ખાતરી કરો કે તમે આ નિયમો અને શરતોને કાળજીપૂર્વક વાંચો છો, ખાસ કરીને બાંયધરીનું અસ્વીકરણ, પરવાના પ્રતિબંધો, તમારી રજૂઆતો અને બાંયધરી, જવાબદારીની મર્યાદા, નુકસાનીની ભરપાઈ, અને સંચાલન કાયદા પરના તે વિભાગો, જેને અમે તમારું ધ્યાન કેન્દ્રિત કરવા મોટા અક્ષરો રાખી , રેખાંકિત અથવા ઘાટા કર્યા છે. આ નિયમો અને શરતોનો અસ્વીકાર તે અજમાયશમાં ભાગ લેવાની તમારી પાત્રતાને અસર કરી શકે છે.

અમે કોણ છીએ અને આ કરાર વિશે

Science 37, ઈંક. (સામૂહિક રીતે "Science 37", "અમે" અથવા "અમારા" તરીકે ઓળખવામાં આવે છે)તમને તેના Science 37 વેબ-આધારિત અને/અથવા મોબાઈલ એપ્લિકેશન પ્લેટફોર્મ (“પ્લેટફોર્મ”)નો પરવાનો આપીને નૈદાનીક અજમાયશમાં તમારી સહયોગીતાને સરળ બનાવે છે. આ પ્લેટફોર્મ તમને નૈદાનીક અજમાયશ ("અજમાયશ") ના ભાગ રૂપે Science 37 પ્લેટફોર્મનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે જેમાં તમે રસ દર્શાવ્યો છે. આ નિયમો અને શરતો ("નિયમો અને શરતો") Science 37 અને તમે, વ્યક્તિ ("તમે" અને "તમારા") વચ્ચે પ્લેટફોર્મ અને સેવાની તમારી પ્રાપ્યતા અને ઉપયોગને લગતા કાનૂની કરાર બનાવે છે. પ્લેટફોર્મની જોગવાઈને આ નિયમો અને શરતોમાં "સેવા" તરીકે ઓળખવામાં આવે છે.  

 

Science 37 ની ભૂમિકા આ પ્લેટફોર્મ અને સેવા તમને ઉપલબ્ધ કરાવવા પૂરતી મર્યાદિત છે. Science 37 નૈદાનીક અજમાયશ પ્રાયોજક અને આરોગ્યસંભાળ  પ્રદાતાઓ અને અન્ય કર્મચારીઓથી સ્વતંત્ર છે જે આ સેવા દ્વારા તમને અજમાયશ-સંબંધિત સેવાઓ પ્રદાન કરશે. Science 37 આવા આરોગ્યસંભાળ પ્રદાતાઓના કર્મચારીઓના કૃત્યો, ચૂક અથવા તેમના દ્વારા કરાયેલા સંચારની કોઈપણ સામગ્રી માટે જવાબદાર નથી અને તેની કોઈ જવાબદારી નથી. આ પ્લેટફોર્મ અને સેવા પ્રદાન કરીને, Science 37 તબીબી અથવા આરોગ્ય સલાહ અથવા સેવાઓ પ્રદાન કરતું નથી.

તમારી ગોપનીયતા

પ્લેટફોર્મ અને સેવાના તમારા ઉપયોગ દ્વારા તમે પ્રદાન કરો છો તે કોઈપણ વ્યક્તિગત માહિતીનો ઉપયોગ અમે અમારી ગોપનીયતા નીતિમાં દર્શાવેલ રીતે કરીએ છીએ.  અમે આ ડેટાનો અન્ય કોઈપણ રીતે ઉપયોગ કરતા નથી.

જો તમે એપ સ્ટોરમાંથી આ પ્લેટફોર્મ ડાઉનલોડ કરો છો, તો આવા એપ સ્ટોરના નિયમો અને શરતો અને ગોપનીયતા નીતિ તમને લાગુ પડી શકે છે. અમે તમને સંબંધિત એપ સ્ટોરના નિયમો અને શરતો અને ગોપનીયતા નીતિ વાંચવા પ્રોત્સાહિત કરીએ છીએ જે તમે પ્લેટફોર્મ ડાઉનલોડ કરવા માટે ઉપયોગ કરો છો જેથી તમે તેની શરતો અને તેઓ તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કેવી રીતે કરે છે તે સમજો.

 

પ્લેટફોર્મ માટે સમર્થન

જો તમે પ્લેટફોર્મ વિશે વધુ જાણવા માંગતા હો અથવા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે સહાયતાની જરૂર હોય, તો કૃપા કરીને અમારો techsupport@science37.com પર સંપર્ક કરો.

આ નિયમો અને શરતોને સ્વીકારવા અને પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે તમારી ઉંમર 13 (અથવા તમારા દેશમાં અથવા રહેઠાણના પ્રદેશમાં સમકક્ષ લઘુત્તમ વય)  અથવા તેથી વધુ હોવી જોઈએ.

જો તમારી પાસે આ નિયમો અને શરતોને આધીન થવાની કાનૂની ક્ષમતા નથી (ઉદાહરણ તરીકે તમે સગીર છો), તો કૃપા કરીને ખાતરી કરો કે તમે તમારા કાનૂની વાલી સાથે આ નિયમો અને શરતો વાંચી છે અને જો તેઓ તમારા ઉપયોગ માટે અને નિયમો અને શરતોને સંમતિ આપે છે તો જ આ પ્લેટફોર્મ નો ઉપયોગ કરો.

તમે પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરી શકો

આ નિયમો અને શરતોનું પાલન કરવા માટે સંમત થવાના બદલામાં, તમે આ કરી શકો છો:

(i)        તમારા મોબાઇલ ઉપકરણ પર પ્લેટફોર્મની એક નકલ ડાઉનલોડ કરો અને ફક્ત તમારા વ્યક્તિગત હેતુઓ માટે આવા ઉપકરણ પર પ્લેટફોર્મ અને સેવા જુઓ, ઉપયોગ કરો અને પ્રદર્શિત કરો; અને

(ii)        કોઈપણ પૂરક સૉફ્ટવેર કોડ અથવા પ્લેટફોર્મના સુધારાવધારા પ્રાપ્ત કરો અને તેનો ઉપયોગ કરો જેમાં "પેચો" અને ભૂલોના સુધારાનો સમાવેશ થાય છે જે અમે તમને ઉપલબ્ધ કરાવીએ છીએ.

તમે પ્લેટફોર્મ અન્ય કોઈને હસ્તાંતરિત કરી શકતા નથી.

આ નિયમો અને શરતો સાથેના તમારા કરારના બદલામાં, અમે તમને વ્યક્તિગત રૂપે ઉપર દર્શાવેલ પ્લેટફોર્મ અને સેવાનો ઉપયોગ કરવાનો અધિકાર આપીએ છીએ. Yતમે અન્યથા પ્લેટફોર્મ અથવા સેવાને અન્ય કોઈને હસ્તાંતરિત કરી શકશો નહીં.

પ્લેટફોર્મમાં સુધારાવધારા અને સેવામાં ફેરફારો

સમય સમય પર અમે કાર્યક્ષમતા સુધારવા, કાર્યક્ષમતા વધારવા, ઓપરેટિંગ સિસ્ટમમાં ફેરફારોને પ્રતિબિંબિત કરવા અથવા સુરક્ષા સમસ્યાઓને દૂર કરવા માટે પ્લેટફોર્મ અને/અથવા સેવાને આપમેળે સુધારી અથવા બદલી શકીએ છીએ. વૈકલ્પિક રીતે, અમે તમને આ કારણોસર પ્લેટફોર્મ અપડેટ કરવાનું કહી શકીએ છીએ.

જો તમે આવા અપડેટ્સ ઇન્સ્ટોલ ન કરવાનું પસંદ કરો છો અથવા જો તમે સ્વચાલિત અપડેટ્સને નાપસંદ કરો છો તો તમે પ્લેટફોર્મ અને સેવાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકશો નહીં.

જો તમે ઉપયોગ કરી રહ્યાં છો તે ફોન અથવા ઉપકરણની માલિકી કોઈ અન્ય વ્યક્તિ ધરાવે છે

જો તમે તમારી માલિકીના ન હોય તેવા કોઈપણ ફોન અથવા અન્ય ઉપકરણ પર પ્લેટફોર્મ ડાઉનલોડ કરો છો, તો તે કરવા માટે તમારી પાસે માલિકની પરવાનગી હોવી આવશ્યક છે. તમે આ નિયમો અને શરતોનું પાલન કરવા માટે જવાબદાર હશો, પછી ભલે જે ફોન અથવા અન્ય ઉપકરણ હોય કે જેના પર તમે પ્લેટફોર્મ ડાઉનલોડ કર્યું છે તેની માલિકી તમે ધરવતા હોવ કે ન હોવ.

પરવાના પ્રતિબંધો

તમે સંમત થાઓ છો કે તમે આ કરશો નહીં:

(i)        આ લાયસન્સ દ્વારા સ્પષ્ટપણે પરવાનગી અપાયા સિવાય, પ્લેટફોર્મની નકલ કરો

(ii)        સંશોધિત કરો, અનુવાદ કરો, અનુકૂલન કરો, અથવા અન્યથા વ્યુત્પન્ન રચનાઓ અથવા સુધારાઓ બનાવો, પછી ભલે તે પ્લેટફોર્મના પેટન્ટપાત્ર હોય કે ન હોય;

(iii)       રિવર્સ એન્જિનિયર, ડિસએસેમ્બલ, ડિકમ્પાઇલ, ડીકોડ અથવા અન્યથા પ્લેટફોર્મ અથવા તેના કોઈપણ ભાગના સ્ત્રોત કોડ મેળવવા અથવા મેળવવાનો પ્રયાસ કરવો;

(iv)      પ્લેટફોર્મ પરથી કોઈપણ ટ્રેડમાર્ક અથવા કોઈપણ કોપીરાઈટ, ટ્રેડમાર્ક, પેટન્ટ અથવા અન્ય બૌદ્ધિક સંપદા અથવા માલિકીના અધિકારોની સૂચનાઓને દૂર કરવી, કાઢી નાખવી, બદલવી અથવા અસ્પષ્ટ કરવી, તેની કોઈપણ નકલ સહિત;

(v)       પ્લેટફોર્મ બનાવવા સહિત કોઈપણ કારણસર કોઈપણ તૃતીય પક્ષને ભાડે, ભાડાપટ્ટે, ધિરાણ, વેચાણ, પેટાલાઈસન્સ, સોંપવું, વિતરણ કરવું , પ્રકાશિત કરવું , સ્થાનાંતરિત કરવું અથવા અન્યથા પ્લેટફોર્મ અથવા પ્લેટફોર્મની કોઈપણ સુવિધાઓ અથવા કાર્યક્ષમતા નેટવર્ક પર ઉપલબ્ધ કરાવવી જ્યાં તે કોઈપણ સમયે એક કરતાં વધુ ઉપકરણ દ્વારા પ્રાપ્ય કરવામાં સક્ષમ છે; અથવા

(vi)      કોઈ પણ કૉપિ પ્રોટેક્શન, રાઈટ્સ મેનેજમેન્ટ, અથવા પ્લેટફોર્મમાં અથવા તેનું રક્ષણ કરતી સુરક્ષા સુવિધાઓને દૂર કરવી, અક્ષમ કરવી, અટકાવવી અથવા અન્યથા કોઈ ઉકેલ બનાવો અથવા અમલ કરવો

તમારી રજૂઆતો અને બાંયધરીઓ

પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તમે નીચેના માટે સંમત થાઓ છો:

(i)        તમે કોઈપણ ગેરકાયદેસર રીતે, કોઈપણ ગેરકાયદેસર હેતુ માટે, અથવા આ શરતો સાથે અસંગત કોઈપણ રીતે પ્લેટફોર્મ અથવા સેવાનો ઉપયોગ કરશો નહીં, અથવા કપટ અથવા દૂષિત રીતે કાર્ય કરશો નહીં, ઉદાહરણ તરીકે, હેક કરવું અથવા દૂષિત કોડ જેમકે વાયરસ અથવા હાનિકારક ડેટા પ્લેટફોર્મ અથવા સેવામાં દાખલ કરવો;

(ii)       તમે પ્લેટફોર્મ અથવા સેવાના તમારા ઉપયોગના સંબંધમાં અમારા બૌદ્ધિક સંપદા અધિકારો અથવા કોઈપણ તૃતીય પક્ષના અધિકારોનું ઉલ્લંઘન કરશો નહીં;

(iii)      તમે પ્લેટફોર્મ અથવા સેવાના તમારા ઉપયોગના સંબંધમાં બદનક્ષીકારક, અપમાનજનક અથવા અન્યથા વાંધાજનક હોય તેવી કોઈપણ સામગ્રી પ્રસારિત કરશો નહીં;

(iv)      તમે પ્લેટફોર્મ અથવા સેવાનો એવી રીતે ઉપયોગ કરશો નહીં કે જે પ્લેટફોર્મ અથવા સેવાની સુરક્ષાને નુકસાન પહોંચાડી શકે, અક્ષમ કરી શકે, વધુ પડતો બોજ નાખી શકે, નબળું પાડી શકે અથવા પ્લેટફોર્મ અથવા સેવાની સુરક્ષા સાથે બાંધછોડ કરે અથવા વપરાશકર્તાઓ સાથે દખલ કરી શકે; અને

(v)       તમે સેવામાંથી કોઈપણ માહિતી અથવા ડેટા એકત્રિત અથવા સ્કવયંસંચાલિત રીતોથી ડેટા ભેગો કરી શકશો નહીં.

બૌદ્ધિક સંપત્તિ અધિકારો

સમગ્ર વિશ્વમાં પ્લેટફોર્મ અને સેવામાંના તમામ બૌદ્ધિક સંપદા અધિકારો Science 37ના છે અને પ્લેટફોર્મ અને સેવાના અધિકારોનો તમને પરવાનોઆપવામાં આવ્યો (વેચવામાં આવતા નથી) છે. આ નિયમો અને શરતો અનુસાર તેનો ઉપયોગ કરવાના અધિકાર સિવાય તમારી પાસે પ્લેટફોર્મ અથવા સેવામાં કોઈ બૌદ્ધિક સંપદા અધિકારો નથી.

સમાપ્તિ

જો તમે આ નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરો છો, તો પ્લેટફોર્મ અને/અથવા સેવાનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતા સમાપ્ત કરવામાં આવશે. આ કાર્યવાહીઓ Science 37 ના કાયદામાં ઉપલબ્ધ કોઈપણ અન્ય અધિકાર અથવા ઉપાય ઉપરાંત છે.

તમે પ્લેટફોર્મની પ્રાપ્યતા અને ઉપયોગ કરવાનું બંધ કરીને આ નિયમો અને શરતોને સમાપ્ત કરી શકો છો.  

અમે આ નિયમો અને શરતોને કોઈપણ સમયે સૂચના વિના, કોઈપણ કારણસર અથવા કોઈ કારણ વગર સમાપ્ત કરી શકીએ છીએ.

સમાપ્તિ પર:

આ નિયમો અને શરતો હેઠળ તમને આપવામાં આવેલા તમામ અધિકારો પણ સમાપ્ત થશે; અને તમારે પ્લેટફોર્મનો તમામ ઉપયોગ બંધ કરવો પડશે અને તમારા મોબાઇલ ઉપકરણમાંથી એપ્લિકેશનને કાઢી નાખવી પડશે. Science 37 પ્લેટફોર્મ પરના તમારી પ્રાપ્યતા અધિકારોને દૂર કરશે.

સમાપ્તિ Science 37 ના કોઈપણ અધિકારો અથવા કાયદા અથવા વ્યાજબીપણાના ઉપાયોને મર્યાદિત કરશે નહીં.

બાંયધરીઓની જાહેરાતો. પ્લેટફોર્મ તમને "જેમ છે તેમ" અને કોઈપણ પ્રકારની બાંયધરી વિના તમામ ખામીઓ અને ખામીઓ સાથે પ્રદાન કરવામાં આવે છે. લાગુ કાયદા હેઠળ મંજૂર મહત્તમ હદ સુધી, Science 37 સ્પષ્ટપણે તમામ બાંયધરીનો અસ્વીકાર કરે છે, ભલે તે સ્પષ્ટ, ગર્ભિત, વૈધાનિક અથવા અન્યથા, પ્લેટફોર્મના સંદર્ભમાં, વેપારીતાની તમામ ગર્ભિત બાંયધરી, ચોક્કસ હેતુ માટે યોગ્યતા, શીર્ષક અને બિન- ઉલ્લંઘન, અને બાંયધરી કે જે વ્યવહારના સમયમાં, કામગીરીના વખતે, ઉપયોગ અથવા વેપાર પ્રથામાંથી ઉદ્ભવી શકે છે. ઉપરોક્તની મર્યાદા વિના, Science 37 કોઈ બાંયધરી અથવા વચન આપતું નથી, અને પ્લેટફોર્મ તમારી જરૂરિયાતોને પૂર્ણ કરશે, કોઈપણ ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરશે, સુસંગત હશે અથવા અન્ય કોઈપણ સોફ્ટવેર, એપ્લિકેશન, સિસ્ટમ અથવા સેવાઓ સાથે કામ કરશે , કોઈપણ વિક્ષેપ વિના કાર્ય થશે , કોઈપણ કામગીરી અથવા વિશ્વસનીયતા ધોરણોને પૂર્ણ થશે, અથવા ભૂલ-મુક્ત હશે, અથવા કોઈપણ ભૂલો અથવા ખામીઓને સુધારી શકશે  તેવી કોઈ રજૂઆત કરતું નથી.

ઉપરોક્ત હોવા છતાં, આ નિયમો અને શરતોમાં કંઈપણ બેદરકારી, છેતરપિંડી અથવા કપટપૂર્ણ ખોટી રજૂઆતને કારણે મૃત્યુ અથવા વ્યક્તિગત ઈજા માટે અથવા લાગુ કાયદા દ્વારા મર્યાદિત અથવા બાકાત ન હોઈ શકે તેવી અન્ય જવાબદારી માટે બંને પક્ષની જવાબદારીને બાકાત અથવા મર્યાદિત કરવાનો પ્રયાસ કરતું નથી.

કેટલાક અધિકારક્ષેત્રો બાંયધરીના ચોક્કસ અસ્વીકરણને મંજૂરી આપતા નથી તેથી ઉપરની કેટલીક અથવા બધી તમને લાગુ ન પડે.

પ્લેટફોર્મની સુરક્ષા. તમે સમજો છો અને સંમત થાઓ છો કે પ્લેટફોર્મ, મોટાભાગના અન્ય ઈન્ટરનેટ સોફ્ટવેર અને સેવાઓની જેમ, સુરક્ષા સમસ્યાઓને આધિન હોઈ શકે છે (વપરાશકર્તાઓ, નેટવર્ક સેવાની ગુણવત્તા, સામાજિક વાતાવરણ, વાયરસ, ટ્રોજન હોર્સ પ્રોગ્રામ્સ, દૂષિત પ્રોગ્રામ્સ વગેરે દ્વારા થતી સુરક્ષા સમસ્યાઓ સહિત પરંતુ તેના સુધી મર્યાદિત નથી. .)Science 37 અસુરક્ષિત ઇન્ટરનેટ જોડાણનોઉપયોગ કરીને તમારા અથવા તમારા મોબાઇલ ઉપકરણ દ્વારા કરવામાં આવેલ કોઈપણ ડેટા સ્થાનાંતરની સુરક્ષા માટે જવાબદાર નથી અને તેની ખાતરી કરી શકતું નથી. તમે પ્લેટફોર્મનો ઉપયોગ કરવા અંતર્ગત સુરક્ષા અસરોને સ્વીકારો છો અને અમે તમને સલાહ આપીએ છીએ કે તમારા ઉપકરણને સુરક્ષિત રાખવા માટે સુરક્ષા પગલાં અપનાવો (જેમ કે અપડેટેડ એન્ટિવાયરસ સિસ્ટમ્સ દ્વારા).

જવાબદારીની મર્યાદા. લાગુ પડતા કાયદા દ્વારા અનુમતિ આપવામાં આવેલી સંપૂર્ણ હદ સુધી, કોઈપણ સંજોગોમાં Science 37 ની તમારા માટે પ્લેટફોર્મ અથવા સામગ્રી અને સેવાઓનો ઉપયોગ કરવામાં અસમર્થતાથી અથવા તેનાથી સંબંધિત કોઈ જવાબદારી હશે નહીં:

વ્યક્તિગત ઈજા, મિલકતને નુકસાન, નફો ગુમાવવો, અવેજી માલ અથવા સેવાઓની કિંમત, ડેટાની ખોટ, સદ્ભાવનાની ખોટ, વ્યવસાયમાં વિક્ષેપ, કોમ્પ્યુટર નિષ્ફળતા અથવા ખામી, અથવા અન્ય કોઈપણ પરિણામલક્ષી, આકસ્મિક, પરોક્ષ, અનુકરણીય, વિશેષ અથવા શિક્ષાત્મક નુકસાન.

ઉપરોક્ત મર્યાદાઓ લાગુ થશે જો આવા નુકસાન કરારના ભંગ, હાની(બેદરકારી સહિત) ને કારણે ઉદ્ભવે છે અથવા અન્યથા અને તે ધ્યાનમાં લીધા વિના કે આવા નુકસાનો પૂર્વે જોઈ શકાય તેવા હતા અથવા Science 37 દ્વારા આવા નુકસાનની શક્યતાની સલાહ આપવામાં આવી હતી. કેટલાક અધિકારક્ષેત્રો જવાબદારીની અમુક મર્યાદાઓને મંજૂરી આપતા નથી તેથી જવાબદારીની ઉપરની કેટલીક અથવા બધી મર્યાદાઓ તમને લાગુ ન પડી શકે.

વળતર. તમે Science 37 અને તેના અધિકારીઓ, નિર્દેશકો, કર્મચારીઓ, એજન્ટો, આનુષંગિકો, અનુગામીઓને કોઈપણ અને તમામ નુકસાન, નુકસાની, જવાબદારીઓ, ખામીઓ, દાવાઓ, ક્રિયાઓ, ચુકાદાઓ, પતાવટ, વ્યાજ, પુરસ્કારો, દંડ, અથવા કોઈપણ પ્રકારના ખર્ચ, વાજબી વકીલની ફી સહિત, તમારા ઉપયોગ અથવા પ્લેટફોર્મ અથવા સેવાના દુરુપયોગ અથવા આ નિયમો અને શરતોના તમારા ભંગથી ઉદ્ભવતા અથવા સંબંધિત, જેમાં તમે આ પ્લેટફોર્મ પર જમાકરો છો અથવા આ દ્વારા ઉપલબ્ધ કરાવો છો તે કન્ટેન્ટ સહિત પણ તેના સુધી મર્યાદિત નથી એવા ઉપરોક્ત થી થતા નુકસાન પેટે વળતર ચૂકવવા, બચાવ કરવા અને નિર્દોષ ઠેરવવા સંમત થાઓ છો

વિભાજનક્ષમતા. જો આ નિયમો અને શરતોની કોઈપણ જોગવાઈ લાગુ કાયદા હેઠળ ગેરકાયદેસર અથવા બિનઅસરકારક હોય, તો બાકીની જોગવાઈમાં મૂળ મુદતની અસર શક્ય તેટલી નજીકથી પ્રાપ્ત કરવા માટે સુધારવામાં આવશે અને આ નિયમો અને શરતોની અન્ય તમામ જોગવાઈઓ સંપૂર્ણ અમલમાં અને અસરમાં રહેશે.

સંચાલિત કાયદો. આ નિયમો અને શરતો કાયદાની જોગવાઈ અથવા નિયમની કોઈપણ પસંદગી અથવા સંઘર્ષને પ્રભાવિત કર્યા વિના કેલિફોર્નિયા સ્ટેટ, યુએસએના આંતરિક કાયદાઓ અનુસાર સંચાલિત છે અને તેનું અર્થઘટન કરવામાં આવે છે. આ નિયમો અને શરતો અથવા પ્લેટફોર્મમાંથી ઉદ્ભવતા અથવા તેનાથી સંબંધિત કોઈપણ કાનૂની દાવો, કાર્યવાહી અથવા કાર્યવાહી ફક્ત કેલિફોર્નિયા રાજ્યની અદાલતોમાં જ સ્થાપિત કરવામાં આવશે. તમે આવી અદાલતો દ્વારા તમારા પરના અધિકારક્ષેત્રની કવાયત અને આવી અદાલતોમાં સ્થળ પરના કોઈપણ અને તમામ વાંધાઓને માફ કરો છો.

સમગ્ર કરાર. આ નિયમો અને શરતો અને અમારી ગોપનીયતા નીતિ પ્લેટફોર્મ અને સેવાના સંદર્ભમાં તમારી અને Science 37 વચ્ચેના સમગ્ર કરારને સ્થાપિત કરે છે અને પ્લેટફોર્મના અને સેવાઓના સંદર્ભમાં તમામ અગાઉની અથવા સમકાલીન સમજણ અને કરારો રદ્દ કરે છે, પછી ભલે તે લેખિત હોય કે મૌખિક હોય.

માફી. ઉપયોગ કરવામાં કોઈ નિષ્ફળતા, અને ઉપયોગમાં કોઈ વિલંબ, કોઈપણ પક્ષ દ્વારા, કોઈપણ અધિકાર અથવા કોઈપણ સત્તા અહીંની માફી તરીકે કાર્ય કરશે, અથવા કોઈપણ અધિકાર અથવા સત્તાનો કોઈ એકલ અથવા આંશિક ઉપયોગ તે અથવા તેના આગળના ઉપયોગને અથવા અન્ય કોઈપણ અહીં નીચેના અધિકારોને અટકાવશે નહીં. આ નિયમો અને શરતો અને કોઈપણ લાગુ ખરીદી અથવા અન્ય શરતો વચ્ચેના સંઘર્ષની સ્થિતિમાં, આ નિયમો અને શરતોની શરતો સંચાલિત થશે.

કરારની શરતોમાં સુધારાવધારા. આ નિયમો અને શરતો સમયાંતરે સુધારાઈ શકે  છે. પ્લેટફોર્મનો ઉપયોગ ચાલુ રાખીને, તમે બધી સુધારેલી શરતો સ્વીકારવા માટે સંમત થાઓ છો. જો તમે કોઈપણ સુધારેલ નિયમો અને શરતો સાથે સંમત નથી, તો તમારે પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું બંધ કરવું પડશે.

અમારો સંપર્ક કરો

જો તમને આ નિયમો અને શરતો વિશે કોઈ પ્રશ્નો હોય અથવા તમારે Science 37 ને સૂચના આપવાની અથવા તેની સાથે વાતચીત કરવાની જરૂર હોય, તો કૃપા કરીને Legal@Science37.com પર અમારો સંપર્ક કરો.