ગુપ્તતા નીતિ
છેલ્લે સુધારા-વધારા કર્યાની તારીખ મે ૨૪,૨૦૨૧
વૈશ્વિક ગુપ્તતા નીતિનો ઉદ્દેશ
Science 37, Inc. (“Science 37,” "અમે" અથવા "અમને”) તમારી માહિતીને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે. તે માટે, અમે ઈચ્છીએ છીએ કે, અમે તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, તેનાથી તમે પરિચિત થાવ. આ Science 37 વૈશ્વિક ગુપ્તતા નીતિ (ગુપ્તતા નીતિ) સંક્ષેપમાં દર્શાવે છે કે, અમે અમારી વેબસાઈટ, https://www.science37.com/, નૈદાનીક અજમાયશ; સોશિયલ મીડિયા પેજિસ જે અમે નિયંત્રિત કરીએ છીએ, જેમાંથી તમે આ ગુપ્તતા નીતિ વિશે માહિતી મેળવી રહ્યા છો (“સોશિયલ મીડિયા”); HTML-ફોર્મેટેડ ઈ-મેઈલ સંદેશાઓ જે અમે તમને મોકલીએ છીએ જે તમને આ ગુપ્તતા નીતિથી અથવા તમારી સાથેના અન્ય સંવાદો સાથે જોડે છે; અને અમે તમારી સાથે કોઈ ઓફલાઈન વાતચીત દ્વારા અમે તમારી માહિતી કેવી રીતે ભેગી કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ અને તેને જાહેર કરીએ છીએ. સમગ્ર રીતે, અમે વાત કરી છીએ અમારી વેબ-સાઈટ, સોશિયલ મીડિયા પેજિસ, ઈ-મેઈલ્સ, અને ઑફલાઈન વ્યાવસાયિક સંવાદ એટલે કે "સેવાઓ" વિશે.
જો તમે કોઈ નૈદાનીક અજમાયશ માટે, અમારી વેબઆધારિત અથવા મોબાઈલ એપ્લિકેશન પ્લૅટફોર્મનો ઉપયોગ કરતા હોવ તો કૃપયા, અમે કેવી રીતે Science 37 પ્લૅટફોર્મ દ્વારા ભેગી કરેલ માહિતીનો ઉપયોગ કરીએ છીએ તે વિશે વધારે જાણવા માટે Science 37 વેબ-આધારિત અને મોબાઈલ એપ્લીકેશન પ્લેટફોર્મ ગુપ્તતા નીતિ (Science 37 Web-based and Mobile Application Platform Privacy Policy) જુઓ.
અમે કઈ વ્યક્તિગત અને અન્ય માહિતી મેળવીએ છીએ અને અમે કેવી રીતે મેળવીએ છીએ
વ્યક્તિગત માહિતી
આ ગુપ્તતા નીતિમાં જે અર્થઘટન કરવામાં આવ્યું છે તે મુજબ, "વ્યક્તિગત માહિતી" એટલે એવી માહિતી જેનો ઉપયોગ તમને એક વ્યક્તિ તરીકે ઓળખવા માટે કરી શકાય, અથવા સીધી કે આડકતરી રીતે, એક ચોક્ક્સ સ્વાભાવિક વ્યક્તિ સાથે વાજબીરીતે જોડી શકાય. આ સેવાઓ નીચે મુજબની વ્યક્તિગત માહિતી ભેગી કરે છે: નામ, સરનામું, ટેલિફોન નંબર, ઈ-મેઈલ એડ્રેસ, સંપર્ક માટે અન્ય માહિતી, સારાંશ, અને નોકરી માટેની અરજીમાં આપવામાં આવેલ રિઝ્યુમ તથા સીવીમાંની માહિતી, આરોગ્ય વિશેની માહિતી અને IP એડ્રેસ.
તમે વિનંતી કરેલ સેવાઓ તમને પ્રદાન કરવા માટે, અમારે વ્યક્તિગત માહિતી એકત્રિત કરવાની આવશ્યકતા હોય છે. જો તમે વિનંતી કરેલ માહિતી પૂરી ના પાડો, તો અમે સેવાઓ પૂરી ના પાડી શકીએ. તમે કોઈ અન્ય વ્યક્તિઓ વિશેની વ્યક્તિગત માહિતી, અમને અથવા આ સેવાઓ સાથે સંકળાયેલા અમારા સેવા પ્રદાતાઓને જાહેર કરો છો તો, આ ગુપ્તતા નીતિ પ્રમાણે તમે રજૂઆત કરો છો કે તમને તેમ કરવાનો અધિકાર છે અને તમે અમને તે માહિતીનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો અધિકાર ધરાવો છો.
અમે અને અમારા સેવા પ્રદાતાઓ વ્યક્તિગત માહિતી વિવિધ રીતે એકત્રિત કરીએ છીએ, જેમા સમાન્ય રીતે સેવાઓ દ્વારા; નોકરી માટેની અરજીઓ દ્વારા; તેમજ અન્ય સ્ત્રોતોનો સમાવેશ થાય છે.
પૂરી પાડવામાં આવતી સેવાઓ દ્વારા અને નૈદાનીક અજમાયશમાં અભિરુચિ નોંધાવવામાં આવે તે સમયે આપવામાં આવેલી માહિતીમાંથી
અમે પૂરી પાડવામાં આવતી સેવાઓ દ્વારા વ્યક્તિગત માહિતી ભેગી કરીએ છીએ - દાખલા તરીકે, જ્યારે તમે નૈદાનીક અજમાયશ માટે અભિરુચિ નોંધાવો અથવા સ્વીકૃતિ આપો, સેવાઓ વિશે જાણવા માટે એકાઉન્ટ ખોલો, અમારા કાર્યક્રમોમાંના એક કાર્યક્રમમાં હાજર રહો, અથવા અમારી પત્રિકા મેળવવા માટે સ્વીકૃતિ આપો ત્યારે.
જો તમે Science 37 ની નૈદાનીક અજમાયશમાં ભાગ લેવા માટે નોંધાવો છો, તો તમને ડેટા પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી મળશે – જેમાં નૈદાનીક અજમાયશની પ્રક્રિયાની શરુઆતમાં વ્યક્તિગત માહિતી ભેગી કરવીનો સમાવેશ થાય છે. -
નોકરીની તકો માટે કરવામાં આવતી અરજીઓમાંથી
જો તમે અમારી વેબસાઈટ દ્વારા નોકરીઓ માટે અરજી કરો છો, તો તમારી અરજી અને તમે પૂરી પાડેલી વધારાની કોઈ પણ માહિતીનો ઉપયોગ, Science 37 માં કારકિર્દીની તકો સામે, તમારી આવડતો અને અભિરુચિઓનું મૂલ્યાંકન કરવા માટે થઈ શકે છે, તેમજ દેશમાં લાગુ પડતા કાયદાઓને આધીન આવશ્યક અહેવાલ કરવા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. તમારા વિશેની માહિતીનો ઉપયોગ, અમે તમારી સાથે સંપર્ક સાધવા માટે અને તમને કારકિર્દીની તકોની જાણકારી આપવા માટે પણ કરી શકીએ છીએ.
અન્ય સ્ત્રોતો
અમે અન્ય સ્ત્રોતોમાંથી તમારી વ્યક્તિગત માહિતી મેળવીએ છીએ - દાખલા તરીકે, જાહેરમાં ઉપલબ્ધ ડેટાબેઈઝીસ, નૈદાનીક અજમાયશ માટે ભરતી કરતા હિસ્સેદારો અને સંયુક્ત માર્કેટિંગ સાથીદારો, જ્યારે તેઓ અમારી સાથે માહિતી વહેંચે છે ત્યારે.
અન્ય માહિતી
"અન્ય માહિતી" એટલે એવી કોઈ પણ માહિતી જે તમારી કોઈ ચોક્કસ ઓળખ પ્રગટ કરતી નથી અથવા તો ચોક્કસપણે ઓળખી શકાય તેવી વ્યક્તિ સાથે સંબંધ નથી ધરાવતી; તેમાં એવી માહિતીનો સમાવેશ થાય છે જેવી કે ઈન્ટરનેટ બ્રાઉઝરનો પ્રકાર, અને વપરાયેલી ઑપરેટિંગ સિસ્ટમ; તમે જ્યાંથી તેમાં લૉગ-ઈન થયા તે વેબસાઈટના ડોમેઈનનું નામ; કેટલી વખત ત્યાં ગયા; સરેરાશ કેટલો સમય તે વેબસાઈટ પર ગાળ્યો, અને તમે તેનાં કયાં પેજીસ જોયાં. અમે અન્ય માહિતીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, જેવી કે અમારી વેબસાઈટની સુસંગતતા અને તેની કામગીરી અથવા તેમાં સમાવેલ વિષયવસ્તુને વધારે અસરકારક અને ઉપયોગી બનાવવા માટે.
અમે અન્ય માહિતીનો ઉપયોગ અને તેને કોઈ પણ હેતુ માટે જાહેર કરી શકીએ છીએ, સિવાય કે લાગુ પડતા કાયદાને આધીન અમારે તેમ નહિ કરવાની આવશ્યકતા હોય. લાગુ પડતા કાયદાને આધીન, જો અન્ય માહિતીને અમારે અંગત માહિતી તરીકે માનવાની આવશ્યકતા હોય, તો અમે તેનો ઉપયોગ અને જાહેર એ હેતુઓ માટે કરી શકીએ છીએ જે હેતુઓ માટે અમે આ નીતિમાં વિગતવાર વર્ણન કર્યા મુજબ વ્યક્તિગત માહિતીનો ઉપયોગ અને જાહેર કરીએ છે. કેટલાક કિસ્સાઓમાં, અમે અન્ય માહિતીને અંગત માહિતીની સાથે જોડી શકીએ છીએ. અને જો અમે તેમ કરીએ તો અમે આ સંયુકત માહિતીને અંગત માહિતી તરીકે તેના સંયુક્ત રૂપમાં હોય ત્યાં સુધી અંગત માહિતી તરીકે માનીએ છીએ.
અમે અન્ય માહિતી વિવિધ રીતે ભેગી કરીએ છીએ, જેમાં તમારા બ્રાઉઝરમાંથી અથવા ડિવાઈસમાંથી, કુકિઝ; ક્લીયર gifs/વેબના સંકેતો; વિશ્લેષણો; સૉફ્ટવૅર ડેવલપમેન્ટ કિટ્સ (“SDKs”) અને મોબાઈલ વિજ્ઞાપન ઓળખો (IDs); તૃતીય-પક્ષ દ્વારા જોડાણ, તૃતીય-પક્ષ દ્વારા ઑન-લાઈન પગેરું શોધવાની પ્રક્રિયા; અડોબ ફ્લૅશ ટેક્નોલોજી (Adobe Flash technology); વાસ્તવિક વિશિષ્ટ સ્થાનનો સમાવેશ થાય છે.
તમારા બ્રાઉઝરમાંથી અથવા ડિવાઈસમાંથી
અમુક ચોક્કસ માહિતી મોટા ભાગનાં બ્રાઉઝર્સ દ્વારા અથવા તમારા ડિવાસ દ્વારા આપમેળે ભેગી કરવામાં આવે છે, જેવી કે તમારું મિડિયા એક્સેસ કંટ્રોલ (MAC) એડ્રેસ, કમ્પ્યુટરનો પ્રકાર (Windows or Mac), સ્ક્રિન રેઝોલ્યુશન, ઑપરેટિંગ સિસ્ટમનું નામ અને સંસ્કરણ, ડિવાઈસ ઉત્પાદકનું નામ અને મોડેલ, ભાષા, ઈન્ટરનેટ બ્રાઉઝરનો પ્રકાર અને સંસ્કરણ અને તમે ઉપયોગ કરી રહ્યા છો તે સેવાઓનું નામ અને સંસ્કરણ. અમે આ માહિતીનો ઉપયોગ સેવાઓ યોગ્ય રીતે કામગીરી કરે છે તેની ખાતરી કરવા માટે કરીએ છીએ.
કુકિઝ (માહિતી જે આપમેળે તમારા કમ્પ્યુટર પર સંગ્રહ થાય છે)
અમારી વેબસાઈટ પર કુકિઝનો ઉપયોગ કરી છીએ. કુકિઝ નાની ફાઈલ્સ છે જેનો તમારા વેબ બ્રાઉઝર દ્વારા તમારા કમ્પ્યુટર પર સંગ્રહ કરવામાં આવે છે. કુકિ અમારી વેબસાઈટને નક્કી કરવા દે છે કે તમે અગાઉ અમારી વેબસાઈટ પર આવ્યા હતા કે કેમ, તેમજ ઉપયોગકર્તાની પસંદગીઓ અને અન્ય માહિતીનો સંગ્રહ કરી શકે છે. દખલા તરીકે, કુકિઝનો ઉપયોગ તમારા દ્વારા અમારી વેબસાઈટનો વર્તમાન સમયે અથવા અન્ય સમયે કરેલ ઉપયોગની માહિતી ભેગી કરવા અથવા સંગ્રહ કરવા માટે થઈ શકે છે (જેમાં સમાવેશ થાય છે, તમે જોયેલાં પેજીસ અને તમે ડાઉનલોડ કરેલી ફાઈલ્સનો), તમારા કમ્પ્યુટરની ઑપરેટિંગ સિસ્ટમ અને બ્રાઉઝરનો પ્રકાર, તમારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, તમારા ડોમેઈનનું નામ અને IP એડ્રેસ, તમારૂં સામાન્ય ભૌગોલિક સ્થાન, અમારી વેબસાઈટ પર આવતાં પહેલાં તમે ખોલેલ વેબસાઈટનું નામ, અમારી વેબસાઈટ પરથી બહાર નીકળવા માટે તમે ઉપયોગ કરેલ લિન્ક. જો તમને તમારા કમ્પ્યુટર પર કુકિઝ હોવા અંગે ચિંતિત છો, તો તમારા બ્રાઉઝરને બધી કુકિઝને નકારવા માટે સૅટ કરી શકો છો, અથવા કોઈ કુકિ સૅટ કરવામાં આવે ત્યારે દર્શાવી શકો છો, જે તમને તે સ્વીકારવી કે નહિ તે નક્કી કરવા માટે મંજૂરી આપે છે. તમે કુકીઝને રદ કરી શકો છો. જો કે જ્યારે તમે તમારા કમ્પ્યુટરમાંથી કુકિઝને રદ કરવાનું પસંદ કરો છો, ત્યારે વેબસાઈટની અમુક ચોક્કસ કામગીરીઓ યોગ્ય રીતે કામ ના પણ કરે.
Science 37 દ્વારા કુકિઝના ઉપયોગ વિશે વધારે વિગતવાર માહિતી મેળવવા માટે, કૃપયા, Science 37 કુકી નીતિ (Science 37 Cookie Policy) લિન્કનો સંદર્ભ લો.
Clear Gifs
અમે clear gifs (વેબ સંકેતો, વેબ બગ્સ અથવા પિક્સેલ ટૅગ્સ) નામની સૉફ્ટવૅર તકનીકનો ઉપયોગ,અન્ય તક્નીકો જેવી કે ઈ-ટૅગ્સ, અને JavaScript સાથે કરીએ છીએ, જે અમને અમારી સાઈટમાં સમાવેશ કરેલ કઈ લેખન સામગ્રી અસરકારક છે તે જણાવી તેનું સારી રીતે વ્યવસ્થાપન કરવામાં મદદ કરે છે.. Clear gifs એક બહુ નાની ગ્રાફિક્સ અને અનન્ય ઓળખકર્તા ધરાવે છે, જેનું કામ કુકિઝ જેવું છે અને જે વેબનો ઉપયોગ કરનારાઓની ઑનલાઈન હિલચાલનું પગેરું મેળવવાનું કામ કરે છે. કુકિઝ જે ઉપયોગકર્તાના કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવમાં સંગ્રહિત થાય છે, તેનાથી વિરુદ્ધ, Clear gifs, જેનું માપ પૂર્ણવિરામના માપ જેટલું હોય છે, તે અદ્ર્શ્ય રીતે વેબ પેજીસ પર સમાવેલી હોય છે. અમે Clear gifs, એ-ટૅગ્સ, અથવા JavaScript દ્વારા ભેગી કરવામાં આવેલ માહિતીને અમારા ઉપયોગકર્તાઓની અંગત માહિતી સાથે જોડતા નથી. clear gifs અને અન્ય તાક્નીકોનો Science 37 દ્વારા કરવામાં આવતા ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવવા માટે, કૃપયા, Science 37 કુકી નીતિ (Science 37 Cookie Policy) લિન્કનો સંદર્ભ લો
વિશ્લેષણો
ઉપર દર્શાવેલ આપમેળે ભેગી કરેલ માહિતી મેળવવા માટે અને તેનું વિશ્લેષણ, ચકાસણી , સંશોધન અને અહેવાલ કરવા માટે, અમે અમુક તૃતીય-પક્ષકારોને સહભાગી બનાવીએ છીએ. આ તૃતીય-પક્ષકારો તમારા વેબ લોગ્સ અથવા વેબ સંકેતોનો ઉપયોગ કરી શકે છે, અને તમારા કમ્પ્યુટર અથવા અન્ય ડિવાઈસ પર કુકિઝ સૅટ કરીને અને તેનો ઉપયોગ કરી શકે છે. ખાસ કરીને, વેબસાઈટ Google Analytics નો ઉપયોગ ઉપર જણાવેલા હેતુઓ માટે માહિતી ભેગી કરીને તેનું વિશ્લેષણ કરવામાં મદદ કરવા માટે કરે છે. here (અહીં) તમે Google Analytics દ્વારા કુકિઝનો ઉપયોગ કરવાના વિકલ્પમાં ભાગ લેવાનો વિકલ્પ છોડી શકો છો.
એસડીકે (SDKs) અને મોબાઈલ વિજ્ઞાપન IDs
અમારી સેવાઓમાં તૃતીય-પક્ષકાર SDKs નો સમાવેશ થાય છે જે અમને અને અમારા સેવાઓ પૂરી પાડનારાઓને તમારી પ્રવૃત્તિ વિશે માહિતી ભેગી કરવાની મંજૂરી આપે છે. ઉપરાંત, કેટલાક મોબાઈલ ડિવાઈસિસ રિસેટેબલ વિજ્ઞાપન ID (જેમ કે Apple’s IDFA અને Google’s વિજ્ઞાપન ID) સાથે આવે છે, જે કુકિઝની અને પિક્સેલ ટૅગ્સની જેમ, અમને અને અમારા સેવા પ્રદાતાઓને, તમારા ડિવાઈસને વિજ્ઞાપન ના હેતુઓ માટે સમયોસમય ઓળખવાની છૂટ આપે છે.
તૃતીય-પક્ષકાર પ્લગઈન્સ (Third-Party Plugins)
અમારી વેબસાઈટમાં અન્ય કંપનીઓના પ્લગઈન્સ હોઈ શકે છે, જેમાં સમાવેશ થાય છે સોશિયલ મિડિયા કંપનીઓ (દા.ત. ફેસબુક “Like” બટન). આ પ્લગઈન્સ માહિતી ભેગી કરી શકે છે, એવી માહિતી જેવી કે તમે ખોલેલાં પેજિસ, અને તમે પ્લગઈન્સ પર ક્લિક ના કર્યું હોય તો પણ તેને જે કંપની સાથે પ્લગઈન્સ બનાવ્યા હોય , તેની સાથે વહેંચી શકે છે,. આ તૃતીય-પક્ષકારોનાં પ્લગઈન્સ, જે કંપનીઓએ તે બનાવ્યાં હોય તેમની ગુપ્તતા નીતિ અને શરતો મુજબ નિયંત્રિત હોય છે.
તૃતીય-પક્ષકાર દ્વારા ઑનલાઈન પગેરું શોધવાની પ્રક્રિયા
આ વિભાગમાં વર્ણવેલી માહિતી ભેગી કરવા, વિશ્લેષણ કરવા અને તેમાંની કેટલીક માહિતીનો ઉપયોગ કરવા માટે, અમે અમુક અમુક તૃતીય-પક્ષકારો સાથે ભાગીદારી કરી શકીએ છીએ. દાખલા તરીકે, વેબસાઈટ પર વેબ સંકેતોનો ઉપયોગ કરવા માટે અથવા અમારા ઈ-મેઈલ સંદેશા વ્યવહારોમાં કુકિઝ સૅટ કરવા માટે અમે અન્ય પક્ષકારોને છૂટ આપી શકીએ છીએ. આ માહિતીનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરવામાં આવી શકે છે જેમાં વેબસાઈટ વિશ્લેષણ અને હિત-આધારિત વિજ્ઞાપનનો સમાવેશ થાય છે. કૃપયા, આ ઉપયોગ વિશે વધારે જાણવા માટે નીચે “પૃથક્કરણાત્મક અને હિત-આધારિત જાહેરાત” શીર્ષક ધરાવતો વિભાગ જુઓ.
ભેગી કરેલ અને ઓળખ છતી નહિ કરતી માહિતી
વખતોવખત, અમે સેવાઓનો ઉપયોગ કરનારાઓ વિશેની ઓળખ નહિ આપતી માહિતી ભેગી કરીએ છીએ અને તેને વહેંચીએ છીએ. આ ભેગી કરેલ અને ઓળખ છતી નહિ કરતી આવી માહિતી તમને ચોક્કસ વ્યક્તિ તરીકે નહિ ઓળખી શકે.
અમે તમારી માહિતીનો કેવી રીતે ઉપયોગ અને પ્રક્રિયા કરીએ છીએ
અમે અને અમારા સેવા પ્રદાતાઓ અમે ભેગી કરીએ છીએ તે અંગત માહિતીનો નીચેના હેતુઓ માટે ઉપયોગ કરીએ છીએ:
તમારી સાથે અમારા કરારબદ્ધ સંબંધનું સંચાલન કરવા માટે અને/અથવા કાનૂની બંધન અનુસાર કામ કરવા માટે, અમે આ પ્રવૃત્તિઓ કરીએ છીએ.
અમે તમારી સહમતિ સાથે અથવા જ્યાં અમારી પાસે કાયદેસરનો હિતસંબંધ હોય તેવી આ પ્રવૃત્તિ કરીશું.
અમારા કાયદેસરના હિતસંબંધો પર આધારિત, અમે વ્યક્તિગત સેવાઓ પૂરી પાડીશું અને જે , લાગુ પડતા કાયદા મુજબની તમારી સંમતિ સાથે હશે.
તમારી સાથે અમારા કરારબદ્ધ સંબંધનું સંચાલન કરવા માટે અને/અથવા કાનૂની બંધન અનુસાર કામ કરવા માટે, અમે આ પ્રવૃત્તિઓ કરીએ છીએ, અને/અથવા આ પ્રવૃત્તિઓ અમારા કાયદેસરના હિતસંબંધો પર આધારિત છે.
વેબસાઈટ દ્વારા ભેગી કરેલ માહિતી, અમે અન્ય સંદર્ભોમાં મેળવેલી માહિતી સાથે જોડી શકીએ છીએ. પરંતુ તેવા સંજોગોમાં, અમે સંયુક્ત માહિતીનો ઉપયોગ આ ગુપ્તતા નીતિ સાથે અનુરૂપ રહીને કરીશું.
તમારી માહિતી જાહેર કરવી
તૃતીય-પક્ષકારો જે અમારા નૈદાનીક અજમાયશમાં ટેકો આપે છે; અન્ય તૃતીય-પક્ષ પ્રદાતાઓ; અને અન્ય સાધનો દ્વારા, અમે આ પક્ષકારોને તમારી અંગત માહિતી આપીએ છીએ. તમે તમારી અંગત માહિતી પોતે જ જાહેર કરી શકો છો.
નૈદાનીક અજમાયશ
અમે ભેગી કરેલી અથવા તમે આપેલી તમારી અંગત માહિતી એવા તૃતીય-પક્ષકારોને આપી શકીએ છીએ જેઓ અમને નૈદાનઅજમાયશમાં મદદરૂપ થાય છે અથવા ગુપ્તતા નીતિમાં સૂચવેલ અન્ય સેવાઓ આપે છે. આવા કોઈપણ તૃતીય-પક્ષકાર કરારની શરતોથી બંધાયેલા છે કે તેઓ અંગત માહિતી ખાનગી રાખશે અને તેનો ઉપયોગ એવા હેતુઓ માટે જ કરશે જે હેતુઓ માટે અમે તેમને આ માહિતી આપીએ છીએ.
તૃતીય-પક્ષકાર સેવા પ્રદાતાઓ
Science 37 તૃતીય-પક્ષ સેવા પ્રદાતાઓનો ઉપયોગ અમારા વતી સેવાઓ પૂરી પાડવા મારે કરે છે, જેમાં, વેબ-હોસ્ટિંગ કંપનીઓ, મેઈલ મોકલનારા વિક્રેતાઓ અને વિશ્લેષણ પૂરું પાડનારાઓ સામેલ છે. ઉપર વર્ણવેલા હેતુઓ સિદ્ધ કરવા માટે અમને મદદ કરવા માટે, આ સેવા પૂરી પાડનારા તમારી માહિતી ભેગી કરી શકે છે, અને/અથવા તેનો ઉપયોગ કરી શકે છે, જેમાં તમને વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી સમાવેલ છે.
સેવાઓ માટેની તમારી માગણીઓ સંતોષવા માટે આવશ્યક હોય ત્યારે, તમે શરૂ કરેલ વ્યવહાર પૂર્ણ કરવા માટે, અમારી સાથે અથવા અમારા ભાગીદારો સાથે તમારા સંમતિ કરારની શરતો પૂરી કરવા માટે; અથવા અમારા વ્યવસાયનું સંચાલન કરવા માટે, અમે તમારી માહિતીમાં તૃતીય-પક્ષકારોને વહેંચી શકીએ છીએ.
અન્ય ઉપયોગો અને જાહેરાત
અમે તમારી અંગત માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ અને તેને જાહેર પણ કરી શકીએ છીએ, જ્યારે તે આવશ્યક કે યથાયોગ્ય હોય, ખાસ કરીને જ્યારે અમે કાયદેસર બંધાયેલા હોઈએ અથવા તેમ કરવામાં અમારો કાયદેસરનો હિતસંબંધ હોય, જેમાં સમાવેશ થાય છે:
તમારી અંગત માહિતીની તમારી જાતે કરેલ જાહેરાતો
સેવાઓનો ઉપયોગ કરીને, તમે અંગત માહિતી જાહેર કરવાનું પસંદ કરી શકો છો. આમાં સમાવેશ થાય છે, મેસેજ બોર્ડનો ઉપયોગ કરીને જાહેર કરવું, ચૅટ્સ, પ્રોફાઈલ પેજીસ, બ્લૉગ્સ, અને અન્ય સેવાઓ, જેમના દ્વારા તમે માહિતી અને લેખિત વર્ણન (જેમાં અમર્યાદિતપણે, અમારા સોશિયલ મિડિયા પેજીસ પર) દ્વારા માહિતી જાહેર કરી શકો છો. કૃપયા, ધ્યાન રાખો કે, તમે આ સેવાઓ દ્વારા જે માહિતી લખો અથવા જાહેર કરો તે સાર્વજનિક થશે અને અન્ય ઉપયોગકર્તાઓ તેમજ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે. તમારી સોશિયલ શેરીંગ પ્રવૃત્તિ દ્વારા જાહેર કરેલી માહિતીનો પણ આમાં સમાવેશ થાય છે.
હિતસંબંધ આધારિત અને તૃતીય-પક્ષકાર દ્વારા વિજ્ઞાપન
ઓનલાઈન હિત-સંબંધિત વિજ્ઞાપનમાં ઉપયોગ કરવા માટે, વેબસાઈટ, તમારા વિશે અને તમારી કમ્પ્યુટિંગ ડિવાઈસિસની માહિતી ભેગી કરવા માટે તૃતીય-પક્ષકાર દ્વારા પગેરું શોધવાની પ્રક્રિયા સક્રિય કરે છે. દાખલા તરીકે, તૃતીય-પક્ષકારો જેવા કે ફેસબુક, તમે અમારી વેબસાઈટની મુલાકાત લીધી, તેમાં તમને લક્ષ્યમાં રાખીને ઓનલાઈન જાહેરાતો કરવા માટે તે હકીકતનો ઉપયોગ કરી શકે છે. ઉપરાંત, તમારી ઓનલાઈન પ્રવૃતિના આધારે, અમારા અન્ય પક્ષકારોનાં વિજ્ઞાપન નેટવર્કસ તમને લક્ષ્યમાં રાખીને તેનો ઉપયોગ કરી શકે છે. હિત સંબંધિત વિજ્ઞાપન કરવાની રીતો, ગુપ્તતા અને ખાનગી રાખવાની બાબતો વિશે જાણકારી માટે Network Advertising Initiative (નેટવર્ક વિજ્ઞાપન પહેલ) વેબસાઈટ અથવા Digital Advertising Alliance (ડિજિટલ વિજ્ઞાપન જોડાણ) વેબસાઈટની મુલાકાત લો.
તૃતીય-પક્ષકારો દ્વારા ઓનલાઈન પગેરું શોધવાની પ્રક્રિયા તે એવા પક્ષકારોની પોતાની ગુપ્તતા નીતિને આધીન છે, અને આ ગુપ્તતા નીતિને નહિ. જો તમે અન્ય પક્ષકારોને તમારા કમ્પ્યુટર કે અન્ય ડિવાઈસ પર કુકિઝ સંગ્રહ કરવા અને તેનો ઉપયોગ કરતા રોકવા ઈચ્છતા હોવ તો, તમે તમારા બ્રાઉઝર પર કુકિઝને રોકો. ઉપરાંત, તમને લક્ષ્યમાં રાખીને કરવામાં આવતા કંપનીઓના વિજ્ઞાપનોમાંથી બહાર નીકળી શકો છો, અહીં here ક્લિક કરીને.અથવા તો, ડિજિટલ વિજ્ઞાપન જોડાણોમાં ભાગ લેતી કંપનીઓના વિજ્ઞાપનમાંથી પણ અહીં here ક્લિક કરીને બહાર નીકળી શકો છો. જો કે હાલમાં અમારી વેબસાઈટ બ્રાઉઝરના “પગેરું શોધશો નહિ” શીર્ષકને પ્રત્યુત્તર આપતી નથી, તેમ છતાં ઉપર જણાવેલાં અન્ય પગલાં લઈને આવા અન્ય પક્ષકારોની પગેરું શોધવાની પ્રક્રિયા કરતા પ્રોગ્રામ્સને મર્યાદિત કરી શકો છો.
અમે કુકિઝનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને તમે કેવી રીતે તમારી પસંદગીઓ ગોઠવી શકો છો, તે વિશે વધારે જાણવા માટે અમારી Cookie Policy (કુકીઝ નીતિ)ની મુલાકાત લો.
તમારી માહિતીની તબદીલી અને સંગ્રહ
Science 37 નું મુખ્ય કાર્યાલય લૉસ એન્જેલિસ, કેલિફોર્નિઆ, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં આવેલું છે. તમારી માહિતીનો સંગ્રહ અને ઉપયોગ કોઈ પણ દેશમાં થઈ શકે છે, જ્યાં અમે સગવડ ધરાવીએ છીએ અથવા અમે અમારા સેવા પૂરી પાડનારાઓને કામે રાખીએ છીએ, સેવાઓને ઉપયોગ કરીને તમે સમજો છો કે તમારી માહિતી યુનાઈટેડ સ્ટેટ્સ સહિત તમારા વસવાટના દેશની બહારના દેશોમાં તબદીલ કરવામાં આવશે, આવા દેશોના માહિતી સુરક્ષાના કાયદા તમારા દેશના કાયદાઓથી અલગ હોઈ શકે છે. કેટલાક સંજોગોમાં, તેવા અન્ય દેશોમાં કોર્ટસ, કાયદાનો અમલ કરાવનારી કચેરીઓ, નિયમોના પાલન માટે કામ કરતી સંસ્થાઓ અથવા સુરક્ષા સત્તાધિકારીઓને તમારી માહિતી પ્રાપ્ત કરવાનો અધિકાર હોઈ શકે છે.
ઈઈએ (EEA), સ્વિટ્ઝર્લૅન્ડ અને યુકે સંબંધિત વધારાની જાણકારી
માહિતી સુરક્ષાનાં તેમનાં પ્રમાણિત ધોરણો (યથાયોગ્ય માહિતી સુરક્ષા પૂરી પાડતા દેશોની સંપૂર્ણ યાદી here લિન્ક પર આપવામાં આવી છે) મુજબ યથાયોગ્ય માહિતી સુરક્ષા પૂરી પાડતા non-EEA(નોન-ઈઈએ) દેશોને યુરોપિયન કમિશન, સ્વિટ્ઝર્લૅન્ડ અને યુકે દ્વારા માન્યતા આપવામાં આવી છે. યુરોપિયન કમિશન દ્વારા યથાયોગ્ય નહિ માનવામાં આવેલા દેશોમાં ઈઈએ (EEA), સ્વિટ્ઝર્લૅન્ડ અને યુકે દેશોમાંથી માહિતીની તબદીલી માટે, અમે તમારી વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે અમે યુરોપિયન કમિશન દ્વારા સ્વીકૃત પ્રમાણિત ધોરણો માટે કરારની કલમો જેવાં યથાયોગ્ય પગલાં લીધાં છે.”અમારો સંપર્ક કેવીરીતે કરવો” વિભાગમાં નીચે દર્શાવ્યા મુજબ, તમે આ પગલાંની નકલ મેળવી શકો છો.
તમારી અંગત માહિતીની તબદીલી અથવા સંગ્રહ બાબતે ગુપ્તતા સંબંધિત કોઈ પ્રશ્નો હોય, તો કૃપયા, Privacy@Science37.com પર અમારો સંપર્ક કરો.
માહિતીની જાળવણીનો સમયગાળો
આ ગુપ્તતા નીતિમાં દર્શાવ્યા મુજબ, અને/અથવા લાગુ પડતા કાયદા અનુસાર, અમે આવશ્યક સમયગાળા સુધી અથવા જે હેતુ(ઓ) માટે માહિતી મેળવવામાં આવી હતી તે ધ્યાનમાં લેતાં મળેલી પરવાનગીના સમયગાળા માટે જાળવી રાખી છીએ.
માહિતીની જાળવણીનો સમયગાળો નક્કી કરવા માટે જે માનદંડો - ધોરણોનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં સામેલ છે:
સલામતી
Science 37, તમે અમને જે માહિતી વહેંચી તેવી તમારી અંગત માહિતીની સુરક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.
અનધિકૃત રીતે માહિતી પ્રાપ્ત કરવી, તેનો ઉપયોગ કરવો, અથવા જાહેર કરવી આ બધી પ્રવૃત્તિઓ સામે તમારી અંગત માહિતીને સુરક્ષિત કરવામાં મદદ કરવા માટે, અમે સંયોજિત વાજબી સુરક્ષા તકનીકો, કાર્યરીતિઓ, અને સંસ્થાકીય પગલાંઓનો ઉપયોગ કરવા માટે પ્રયત્નો કરતા રહીએ છીએ. કમનસીબે, કોઈ પણ માહિતીનું પ્રસારણ કે સંગ્રહ વ્યવસ્થા ૧૦૦% સલામત છે તેવી બાંયધરી આપી શકાતી નથી. જો તમને એવું લાગે છે કે તમારો અમારી સાથેનો સંવાદ હવે પછી સલામત નથી, તો કૃપયા, નીચે દર્શાવેલ “અમારો સંપર્ક કેવીરીતે કરવો” “વિભાગમાં જણાવ્યા અનુસાર અમને તુરંત જાણ કરો.
સંવેદનશીલ માહિતી
જ્યાં અમે માગીએ તે સિવાય, અમે સૂચવીએ છીએ કે અમારી વેબસાઈટ પર અથવા સેવાઓ દ્વારા અથવા અન્ય રીતે, તમે અમને કોઈ પણ સંવેદનશીલ માહિતી (દા.ત. સોશિયલ સિક્યુરિટી નંબરો, જાતિ કે વંશીયતા સંબંધિત માહિતી, રાજકારણને લગતા અભિપ્રાયો, ધાર્મિક અથવા અન્ય માન્યતાઓ, આરોગ્ય, બાયોમેટ્રિક્સ અથવા જિનેટિક લક્ષણો, ગુનાહિત પૂર્વભૂમિકા, અથવા ટ્રેડ યુનિયનનું સભ્યપદ જેવી સંવેદનશીલ માહિતી) જાહેર કરશો નહિ,
બાળકો
Science 37 ની સેવાઓ અઢાર (૧૮) વર્ષની ઉંમરથી ઓછી ઉંમરના વ્યક્તિઓ માટે નથી, અને, જો લાગુ પડતા કાયદા દ્વારા આવશ્યક હોય તો, સગીરના માતાપિતાની અથવા કાનૂની વાલીની સંમતિ માટે પ્રયત્ન કરીને અને તે પ્રાપ્ત કર્યા વિના અમે જાણી જોઇને ૧૬ વર્ષથી ઓછી વયની વ્યક્તિઓ પાસેથી વ્યક્તિગત માહિતી એકત્રિત કરતા નથી.
સીધા માર્કેટિંગ વિશે તમારી પસંદગીઓ
અમે તમારી અંગત માહિતીનો અમારા દ્વારા ઉપયોગ અને તે જાહેર કરાવાની બાબતે તમને વિકલ્પો આપીએ છીએ, જેમાં માર્કિંગ કરવાના હેતુઓનો સમાવેશ થાય છે.
ભવિષ્યમાં, તમે જો અમારી તરફથી ઈ-મેઈલ્સ મેળવવા ના માગતા હોવ, તો તમે કોઈ પણ સમયે, સભ્યપદમાંથી નીકળી જવા માટે તમે “unsubscribe” લિન્ક પર ક્લિક કરીને અથવા Privacy@Science37.com પર સંપર્ક કરીને તેમ કરી શકો છો.
Science 37 તમને આંશિક નાપસંદ કરવાનો વિકલ્પ પણ આપે છે. આ વિકલ્પ તમને કઈ માહિતી આપવા માગો છો અને કઈ માહિતી નહિ આપવી, તે પસંદ કરવાની છૂટ આપે છે. માહિતીના ચોક્કસ અંશો પૂરા નહિ પાડવાના વિકલ્પ વિશે વધારે જાણકારી માટે, Privacy@Science37.com પર અમારો સંપર્ક કરો.
Science 37 તમારી સંમતિ સિવાય તૃતીય-પક્ષકારોને તેમના ગ્રાહકલક્ષી સીધા જ માર્કેટિંગના હેતુઓ માટે તમારી અંગત માહિતી વહેંચતી નથી.
Science 37 તમારી માગણી(ઓ) મુજબ શક્ય તેટલી જલ્દીથી વ્યવહારિક રીતે શક્ય હોય અને લાગુ પડતા કાયદા પ્રમાણે અનુસરશે. કૃપયા, ધ્યાન રાખો કે જો તમે માર્કેટિંગને લગતી અમારા ઈ- મેઈલ્સમાંથી દૂર થાવ છો, તો પણ અમે તમને અગત્યના વહીવટી સંદેશા મોકલી શકીશું, જેમાંથી તમે દૂર નહિ થઈ શકો.
તમારા અધિકારો
જો તમે અંગત માહિતી પ્રાપ્ત કરવા, સુધારવા, સુધારા-વધારા કરવા, ગુપ્ત રાખવા, મર્યાદિત કરવા, અથવા રદ કરવા માગતા હોવ, વાંધો દર્શાવવા, અથવા તેનો ઉપયોગ નહિ કરવા દેવા માગતા હોવ, અથવા અન્ય કંપનીને મોકલવા (લાગુ પડતા કાયદાની મર્યાદામાં તમને મળેલા અધિકારો અનુસાર) માટે તમે તમારી અંગત માહિતીની નકલ મેળવવા માગતા હોવ, તો કૃપયા, આ ગુપ્તતા નીતિના અંતમાં આપેલી સંપર્ક કરવા માટેની માહિતીનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો. લાગુ પડતા કાયદા અનુસારની તમારી માગણીનો અમે પ્રત્યુત્તર આપીશું, જો તમે કૅલિફોર્નિઆના રહેવાસી છો, CCPA હેઠળ તમે માગણીઓ કરી શકો તે વિશે વધારે જાણકારી માટે, કૃપયા, આ ગુપ્તતા નીતિના અંતમાં આપેલ ” કૅલિફોર્નિઆ સંદર્ભે વધારાની માહિતી” (“Additional Information Regarding California” )નો સંદર્ભ લો.
તમારી માગણીમાં, કૃપયા સ્પષ્ટ કરો કે તમે તમારી કઈ અંગત માહિતીમાં ફેરફાર કરાવવા ઈચ્છો છો અથવા તમે તમારી કઈ અંગત માહિતી અમારા માહિતી સંગ્રહમાંથી નાબૂદ કરાવવા માગો છો. તમારી સુરક્ષા માટે, અમે તમારી વિનંતી મોકલવા માટે તમે ઉપયોગ કરો છો તે ચોક્કસ ઇ-મેઇલ સરનામાં સાથે સંકળાયેલી વ્યક્તિગત માહિતીના સંદર્ભમાં જ વિનંતીઓનો અમલ કરી શકીએ છીએ અને તમારી વિનંતીને અમલમાં મૂકતા પહેલા અમને તમારી ઓળખ ચકાસવાની જરૂર પડી શકે છે.. તમારી માગણીઓ અનુસાર અમલ કરવા માટે વ્યવહારિક રીતે શક્ય હોય એટલી જલ્દીથી પ્રયત્ન કરીશું.
કૃપયા, ધ્યાન રાખો કે અહેવાલ નોંધવાના હેતુઓ માટે, અમારે અમુક ચોક્કસ માહિતી સાચવી રાખવાની આવશ્યકતા હોય છે.
જો તમે નૈદાનીક અજમાયશમાંથી હટી જાવ છો અથવા તમને હટાવી દેવામાં આવે છે, તો સેવાઓમાંથી અમે કોઈ તાજી માહિતી ભેગી નહિ કરીએ અથવા નહિ મેળવીએ. તેમ છતાં, અગાઉથી ભેગી કરેલ અને પ્રક્રિયા કરેલ માહિતી, અને નૈદાનીક અજમાયશમાંથી દૂર થવાની તમારી માગણી મળ્યા સુધીના સમય સુધી સંગ્રહ કરેલી માહિતી રદ કરવામાં નહિ આવે, અને તે માહિતીનો ઉપયોગ નિયમો અનુસાર નૈદાનીક અજમાયશના ઉદ્દેશ્યો માટે કરવાનું ચાલુ રહેશે, સિવાય કે લાગુ પડતા કાયદા મુજબ તેમ નહિ કરવાનું આવશ્યક હોય.
બહારની અથવા તૃતીય-પક્ષકારોની લિન્ક્સ
આ વેબ સાઈટમાં અન્ય પક્ષકારોની વેબસાઈટ્સની લિન્ક્સ હોઈ શકે છે. જો તમે આ લિન્ક્સનો ઉપયોગ કરશો, તો તમે અમારી વેબ સાઈટમાંથી બહાર નીકળી જશો. આ ગોપનીયતા નીતિ સંબોધિત કરતી નથી, અને અમે કોઈપણ તૃતીય પક્ષોની ગોપનીયતા, માહિતી અથવા અન્ય પ્રથાઓ માટે જવાબદાર નથી, જેમાં કોઈપણ તૃતીય પક્ષ જે કોઈપણ વેબસાઈટ અથવા સેવાનું સંચાલન કરે છે જેને આ સેવાઓ લિંક કરે છે.અમારી સેવાઓમાં અન્ય પક્ષકારોની આવી કોઈ લિન્કનો અર્થ એવો નથી કે અમે આવી લિન્ક કરેલી સાઈટ અથવા સેવાનું સમર્થન/પુષ્ટિ કરીએ છીએ.
ઉપરાંત, અમે ફેસબુક, એપલ, ગુગલ, માઈક્રોસોફ્ટ, RIM, અથવા અન્ય કોઈ એપ ડેવલપર, એૅપ પૂરી પાડનાર, સોશિયલ મિડિયા પ્લૅટફોર્મ આપનાર, ઑપરેટિંગ સિસ્ટમ આપનાર, વાયરલેસ સેવા પૂરી પાડનાર, અથવા યંત્ર ઉત્પાદક -- આ સૌ દ્વારા માહિતી ભેગી કરવામાં,તેનો ઉપયોગ કરવામાં, માહિતી જાહેર કરવામાં અથવા તો અન્ય સંસ્થાઓની નીતિઓ અથવા કામગીરીઓમાં, તમે અન્ય સંસ્થાઓને જે અમારા સોશિયલ મિડિયા પેજીસ સાથે જોડાયેલી હોય તેમની પાસે તમે જાહેર કરેલી અંગત માહિતી સહિતની બાબતો માટે જવાબદાર નથી. જો તમે અમાર્રી વેબસાઈટ પરની યાદીમાં આવેલ આવી તૃતીય-પક્ષકારોની સાઈટ્સ પર સક્રિય થાવ, તો તે તમારા જોખમે કરો છો.
ગુપ્તતા નીતિમાં ફેરફારો
અમે ભવિષ્યમાં વેબસાઈટમાં ફેરફારો કરી શકીએ છીએ અને, પરિણામે, અમારે ગુપ્તતા નીતિમાં આ ફેરફારોને અનુરૂપ સુધારા કરવાની જરુરિયાત પડશે. આ ફેરફારોને અમે વેબસાઈટ પર પોસ્ટ કરીશું જેથી તમારે વખતોવખત આ પેજને તપાસતા રહેવું જોઈએ. સેવાઓ ઉપર જ્યારે અમે ફેરફાર કરેલી નીતિ પોસ્ટ કરીએ ત્યારથી આ ફેરફારો અસરકારક થશે.
અમારો સંપર્ક કેવી રીતે કરવો
Science 37 ની વૈશ્વિક ગુપ્તતા નીતિ અંગે, તમારે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય, તો કૃપયા Privacy@Science37.com પર અમારો સંપર્ક કરો. તમે અમારા ગુપ્તતા અધિકારી (Privacy Officer) નો સંપર્ક નીચેના સરનામે પણ કરી શકો છો.
Science 37, Inc.
જેન ડેવિસ, ડેપ્યુટી જનરલ કાઉન્સેલ અને ગુપ્તતા અધિકારી (Jen Davis, Deputy General Counsel and Privacy Officer)
૬૦૦ કોર્પોરેટ પોઇન્ટે #૩૨૦
કલ્વર સીટી, સીએ ૯૦૨૩૦ ઈઈએ (EEA) અને યુકે વિશે અતિરિક્ત માહિતી
તમે નીચે મુજબ પણ કરી શકો છો:
કેલિફોર્નિયા સંબંધિત અતિરિક્ત માહિતી
કેલિફોર્નિયાના રહેવાસીઓની, અમે ભેગી કરીએ છીએ તે અંગત માહિતીના પ્રકારની વિગતો, જેનો અમે ઉપયોગ કરીએ છીએ અને જે અમે જાહેર કરીએ છીએ તે, California Consumer Privacy Act of 2018 (“CCPA”) અનુસાર, અમે અતિરિક્ત વિગતો પૂરી પાડીએ છીએ.
અંગત માહિતી ભેગી કરવી અને જાહેર કરવી
નીચેના કોષ્ટકમાં આપેલ છે: (1) CCPA માં સૂચિબદ્ધ કરેલ માહિતી મુજબ, અંગત માહિતીના પ્રકાર જે અમે પાછલા ૧૨ માસમાં ભેગા કરવાનું આયોજન કરેલ અને, માહિતી ભેગી કરેલ છે અને જાહેર કરેલ છે; અને (2) તૃતીય- પક્ષકારોના પ્રકાર જેમને અમે પાછલા 12 માસમાં અમારા ધંધાકીય ઉદ્દેશ્યો માટે માહિતી આપેલ છે:
અંગત માહિતીના પ્રકારો |
પક્ષકારોના પ્રકાર જેમને અમે ધંધાકીય ઉદ્દેશ્યો માટે માહિતી આપેલ છે |
ઓળખ છતી કરતી માહિતી જેવી કે નામ, ઉપનામ, સંપર્ક માટે માહિતી, અનન્ય ઓળખ ચિહ્નો, ઓનલાઈન ઓળખ |
સેવાપ્રદાતાઓ; ધંધાકીય ભાગીદારો; કાનૂની સતાધિકારીઓ |
ઈન્ટરનેટ અથવા નેટવર્ક પર પ્રવૃત્તિની માહિતી, જેવી કે બ્રાઉઝિંગની તવારીખ , શોધ ઈતિહાસ અને અમારી ઓનલાઈન સેવાઓ અને જાહેરાતો સાથે સંવાદો |
સેવા પ્રદાતાઓ |
અંગત માહિતીનું વેચાણ
CCPA હેઠળ, જો કોઈ ધંધો અંગત માહિતી વેચે છે, તો તે ધંધાએ કેલિફોર્નિયાના રહેવાસીઓને તેમની અંગત માહિતી વેચવાના વિકલ્પમાંથી હટી જવા માટે છૂટ આપવી જોઈએ. અમે અંગત માહિતી "વેચતા" નથી. અમે 16 વર્ષની ઉંમરથી ઓછી ઉંમરના સગીરોની માહિતી વેચતા નથી.
અંગત માહિતી મેળવવાનાં સ્ત્રોતો
સેવાઓ દ્વારા જ્યારે તમે અમારી સાથે જોડાઓ ત્યારે, તેમજ તમે સેવાઓ દ્વારા અમારો સંપર્ક કરો ત્યારે ઉપર જણાવ્યા મુજબ અમે અંગત માહિતી ભેગી કરીએ છીએ,
અંગત માહિતીનો ઉપયોગ
અમે આ અંગત માહિતીનો ઉપયોગ ઉપર જણાવ્યા મુજબ, આ હેતુઓ માટે કરી શકીએ છીએ: અમારો ધંધો કરવા, સંચાલન કરવા અને તેને ચાલુ રાખવા માટે, અમારાં ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે, અને અમારા ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે અને લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે.
CCPA અધિકારો અને માગણીઓ
જાણકારી મેળવવા માટે અને માહિતી રદ કરવા માટે માગણીઓ
જો તમે કેલિફોર્નિયાના રહેવાસી છો, તો તમે નીચે મુજબની માગણીઓ કરી શકો છો:
(૧) જાણકારી મેળવવા માટે: તમે માગણી કરી શકો છો કે અમે તમને માંગણી કર્યા પૂર્વેના છેલ્લા ૧૨ માસની નીચેની માહિતી પૂરી પાડીએ:
(૨) માહિતી રદ કરવા માટેની માગણી: તમે માગણી કરી શકો છો કે અમે તમારા પાસેથી ભેગી કરેલી અંગત માહિતી રદ કરીએ.
જણકારી મેળવવા માટે માગણી કરવા અથવા માહિતી રદ કરવા માટે માગણી કરવા માટે, કૃપયા, અમારો સંપર્ક ૧-૮૬૬-૮૮૮-૭૫૮૦ (1-866-888-7580) પર કરો અથવા ઉપર આપેલ “અમારો સંપર્ક કેવીરીતે કરવો” (“How to Contact Us”) વિભાગમાં દર્શાવ્યા મુજબ સંપર્ક કરો. અમે વિનંતીને આધીન વ્યક્તિગત માહિતીના પ્રકાર અને સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને, લાગુ કાયદા સાથે સુસંગત તમારી વિનંતીને ચકાસીશું અને તેનો પ્રતિસાદ આપીશું.. તમારી ઓળખની ચોકસાઈ કરવા અને છેતરપિંડીના ઈરાદાથી કરવામાં આવતી માગણીઓ સામે સુરક્ષા આપવા, અમારે તમારી પાસે વધારે માહિતી માગવાની જરુરિયાત થઈ શકે, જેમ કે તમારું નામ, ઈ-મેઈલ એડ્રેસ, અથવા ફોન નંબર. જો તમે 13 વર્ષની ઉંમરથી ઓછી ઉંમર ધરાવતા સગીરના પિતા અથવા કાયદેસરના વાલી હોવ તો, તો તમે તે સગીર વતી માગણી કરી શકો છો. જો તમે માહિતી રદ કરવા માટે માગણી કરો છો, તો તમારી અંગત માહિતી રદ કરતાં પહેલાં અમે તમને આ માગણીની પુષ્ટિ કરવા માટે કહી શકીએ છીએ.
જો તમે, કેલિફોર્નિયાના કોઈ નિવાસી વતી તેના અધિકૃત પ્રતિનિધિ તરીકે, જાણકારી મેળવવા અથવા માહિતી રદ કરવા માગણી કરવા માંગતા હોવ, તો તમે ઉપર જણાવેલી રજૂઆત કરવાની રીતનો ઉપયોગ કરી શકો છો. ખરાઈ કરવાની પ્રક્રિયાના ભાગ રૂપે, અમે તમને તમારા અધિકૃત પ્રતિનિધિ તરીકેના દરજ્જાની બાબતમાં તમારે સાબિતી પૂરી પાડવા (લાગુ પડે તે અનુસાર), માટે માગણી કરી શકીએ, જેમાં સમાવેશ થઈ શકે છે:
૧. કેલિફોર્નિયાના સેક્રેટરી ઑફ સ્ટેટ પાસે કેલિફોર્નિયામાં ધંધો કરવાની નોંધણીની સાબિતી;
૨.પ્રોબેટ કોડ સેક્શન્સ ૪૧૨૧-૪૧૩૦ મુજબ તે નિવાસી દ્વારા આપવામાં આવેલ પાવર ઑફ એટર્નીની સાબિતી.
જો તમે અધિકૃત પ્રતિનિધિ છો અને તમે પ્રોબેટ કોડ સેક્શન્સ ૪૧૨૧-૪૧૩૦ મુજબ તે નિવાસી દ્વારા આપવામાં આવેલ પાવર ઑફ એટર્નીની સાબિતી રજૂ નથી કરી, તો અમારે તે નિવાસી પાસે નીચેની માગણીઓ કરવી પડશે:
૧. તે નિવાસીએ તેની પોતાની ઓળખની ખરાઈ સીધી અમારી પાસે કરાવવી; અથવા
૨. સીધી અમારી પાસે પુષ્ટિ કરવી કે તે નિવાસીએ માગણી કરવા પરવાનગી આપી છે.
કોઈ પણ ભેદભાવ વિના વ્ય્વહારનો અધિકાર
CCPA હેઠળ તમને અધિકાર છે કે તમારા અધિકાર ભોગવવામાં તમે કોઈ પણ ગેરકાનૂની ભેદભાવ-યુક્ત વ્યવહાર/વર્તનથી સ્વતંત્ર રહો.